30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કપૂરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલનો આપઘા-ત

વડોદરા શહેરના આજવા રોડ સ્થિત શિવાનંદ સોસાયટીમાં રહેતી અને કપૂરાઈ પોલીસ મથક માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી ૨૮ વર્ષીય પ્રિયંકા પ્રજાપતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ, પ્રિયંકા પ્રજાપતિએ તાજેતરમાં પીએસઆઇની ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષાની તૈયારી માટે દસ દિવસની રજા પર હતી. ગતરાત્રે અંદાજે 11 થી 11:30 વાગ્યાની વચ્ચે એક પોલીસ મિત્ર લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા દરવાજો તોડી અંદર પ્રવેશતા તેઓ પંખા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

ઘટનાની જાણ થતા બાપોદ પોલીસ મથક ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ બાદ સાથી પોલીસ કર્મચારીઓએ ફૂલહાર અર્પણ કરી ભાવભીની વિદાય આપી હતી, જેના કારણે પોસ્ટમોર્ટમ વિભાગ પાસે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકના પી.આઈ. એમ. કે. ગુર્જરે વધુ વિગતો આપી હોવાનું જાણવા મળે છે.

Related posts

હૃદય રોગથી પીડિત નાગરિકોને VMC દ્વારા આર્થિક સહાય પેટે ચેક વિતરણ કરાયા

admin

વડોદરા વોર્ડ નં. 8માં ગટર સમસ્યા મુદ્દે રહીશોનો ઉગ્ર વિરોધ

admin

અકસ્માતમાં કેબિનમાં ફસાયેલ ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ

admin

Leave a Comment