43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખાડી દેશોના તણાવની અસર : LPG ગેસની અછતથી હોટેલ વ્યવસાય પર અસર, કોલસાની માંગમાં વધારો

ખાડી દેશોમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઓઇલ અને ગેસની સપ્લાય પર અસર જોવા મળી રહી છે. જેના પરિણામે ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં LPG Gas સિલિન્ડરની ઉપલબ્ધતા પર થોડા સમય માટે કસોટી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

LPG ગેસની અછતને કારણે હોટેલ તેમજ ખાણીપીણીના ધંધા પર તેની સીધી અસર પડી છે. ગેસ ન મળતા ઘણા હોટેલ સંચાલકો અને વેપારીઓ હવે વિકલ્પ રૂપે કોલસાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે. પરિણામે બજારમાં Coal ની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

કોલસાની માંગ વધવા છતાં હાલ તેના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. કોલસાના વેપારીઓ જણાવે છે કે બજારમાં માંગ વધી છે, પરંતુ હાલમાં ભાવ સ્થિર જ જોવા મળી રહ્યા છે.

હાલ લોકો અને વેપારીઓમાં ચર્ચા છે કે આ પરિસ્થિતિ કેટલો સમય રહેશે અને LPG ગેસની સપ્લાય ક્યારે ફરીથી સામાન્ય સ્થિતિમાં આવશે.

Related posts

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સંગઠનની ટીમ દ્વારા વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન

admin

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા આયોજીત સમુહ લગ્નના સ્ટેજ ઉપર દુષ્કર્મના આરોપીનું સન્માન કરાયું

admin

અસામાજિક તત્વોએ સિનિયર સિટીઝનની આંખોમાં મરચું નાખીને લૂંટનો પ્રયાસ કર્યો

admin

Leave a Comment