43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવતા બાળકોના ઓરડા જર્જરિત, વર્ગખંડમાં પાણી પડે, વાયરીંગ ખુલ્લું

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ધામસિયા પ્રાથમિક શાળાના ચાર ઓરડા જર્જરિત હાલતમાં છે. પ્રાથમિક શાળા પતરા વાળી હોવાથી ચોમાસામાં વર્ગખંડમાં પાણી પડે છે. વાયરીંગ ખુલ્લું હોવાથી દુર્ઘટના સર્જવાની ભીતિ છે. એકજ રૂમમાં બે વર્ગોના બાળકોને અભ્યાસ માટે બેસાડવામાં આવે છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ખાતે ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 100 થી વધારે વિદ્યાર્થિઓ અભ્યાસ કરે છે. જ્યારે 80 વર્ષ જૂની શાળા હોવાથી જર્જરિત શાળા છે. જ્યારે છતના પતરા કાણા છે. જ્યારે પતરા લગાડવા માટે લાકડાની સાઈજો લગાવવામાં આવેલ છે. તે સડી ગયેલ છે. જ્યારે શાળામાં વાયરીંગ કરવામાં આવેલ છે. તે વાયરીંગ ખુલ્લું છે. બાળકોને કરંટ લાગે તેવી સ્થિતિ છે. ફ્લોટિંગ તૂટેલું છે. દીવાલો જર્જરિત છે. શિક્ષકો ભયના ઓથરે અભ્યાસ કરાવે છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવતા બાળકોને ચોમાસામાં છતના પતરા માંથી પાણી ટપકે છે. તેમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. જ્યારે એકજ ઓરડામાં બે વર્ગખંડ ચાલતા હોવાથી બાળકોને શિક્ષકો પૂરતો સમય આપી શકતા નથી.

Related posts

સમારકામના ત્રીજા જ દિવસે ખુનવાડ માઈનોર કેનાલ તૂટી : 15 ફૂટનું ભંગાણ, ગુણવત્તા ઉપર સવાલોચ્ચાર

admin

છોટાઉદેપુરની એક શાળામાં સગીરવયની વિધાર્થીનીને શાળાના શિક્ષક સંજય પારેખએ છેડતી કરી હતી તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ

admin

છોટાઉદેપુર જીલ્લાના શહીદ થયેલ પોલીસ કર્મચારીના પરીવાર જનોને દીવાળી પર્વ નિમીતે ઘરે જઈ શુભેચ્છા મુલાકાત કરતી છોટાઉદેપુર જીલ્લા પોલીસ.

admin

Leave a Comment