33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરાવડોદરા જિલ્લો

કુતરાને બચાવવા જતા એક કારમાં ભીષણ આગ લાગી

વડોદરા જિલ્લામાં ડભોઇ-વડોદરા રોડ ઉપર પલાસવાળા ગામ નજીક કુતરાને બચાવવા જતા એક કારમાં ભીષણ આગ લાગી હતી. જો કે, સવાર દંપતી સમયસૂચકતા વાપરી ઉતરી જતા નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે કાર આગને પગલે બળીને ખાખ થઈ ગઈ હતી. મળેલી માહિતી પ્રમાણે વડોદરાનું દંપતિ પોતાની કારમાં ડભોઇથી વડોદરા તરફ આવી રહ્યું હતું.

દરમિયાન પલાસવાળા ગામ પાસે રસ્તામાં કૂતરું આવી જતાં કારચાલકે કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતાં જ ચાલકે પોતે બહાર નિકળી અને પત્નીને પણ બહાર કાઢી લીધી હતી. જોકે, જીવ બચાવવામાં બંનેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવી ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી બાજુ ઝાડ સાથે ભટકાયેલી કાર ગણતરીની મિનિટોમાં ખાખ થઇ ગઇ હતી. દરમિયાન આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગવાની બનેલી ઘટનામાં દંપતીને સામાન્ય ઇજાને બાદ કરતાં પતિ-પત્નીનો આબાદ બચાવ થયો હતો. હાલ દંપતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

Related posts

વડોદરાના પાણીગેટની ચુઇ ગેંગના મુખ્ય સૂત્રધાર સુરજ ઉર્ફે ચુઇ તેના ભાઇ કૃણાલ સહિત સાત લોકો સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ

admin

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાદરાના મહીસાગર નદી કિનારાના ડબકા ગામની ધારાસભ્ય મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

admin

વડોદરાનું ગૌરવ – ચક્ર હિલિંગ ક્ષેત્રના વિશ્વપ્રથમ ડોક્ટર ડૉ. જીતેન્દ્રભાઈ પટવારીનું ભવ્ય સન્માન

admin

Leave a Comment