વડોદરાથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલ અને લાખો-કરોડો લોકોની આસ્થાના પાવન અને પવિત્ર ધામ પાવાગઢમાં ચૈત્ર નવરાત્રમાં માઈ ભક્તોનો અવિરત પ્રવાહ ઉમટ્યો હતો,ત્યારે ગતરોજ ચૈત્રઅષ્ટમી નીમિતે પાવાગઢધામમાં ભક્તોની આસ્થાનું ઘોડાપુર આવ્યું હતું,માં મહાકાળીના દર્શન માટે ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો.ચૈત્ર આઠમના દિવસે લગભગ 1 લાખથી પણ વધુ ભક્તોએ માં શક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પાવાગઢ મહાકાલી મંદિર ખાતે આઠમના દિવસે હવન અનુષ્ઠાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં ભક્તજનોએ આહુતિ આપી હતી.