30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો

સુરત થી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલ લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આશરે 9 થી 9:30 કલાકે સાંઈ સીતારામ હોટેલ પાસે એક ઇકો કાર લના ચાલકે ડમ્પર નો ઓવરટેક કરી લક્ઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે અંદર બેઠેલા મુસાફરોમાં પણ ફાફડાટનો માહોલ ફેલાયો હતો. મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેનની મદદ વડે બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે રસ્તો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું.ડંપરનો ઓવરટેક કરી રહેલી ઈકો ગાડીના ચાલકે સામે આવતી ખાનગી લક્ઝરી બસ પર ગાડી નાખતા બસ ફૂટપાટ પર ચડી જઈ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 9 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે હાઈવે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીમાં ના નેતૃત્વ આન બાન શાન સાથે નિકળી તિરંગા યાત્રા

admin

છોટાઉદેપુર મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ બિલની રચનાનો વિરોધ જાહેર કર્યો.

admin

વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન 4 વર્ષની બાળકી ઉપર ફરી વળતા મોત…

admin

Leave a Comment