વિસાવદર : તાજેતરમાં વિસાવદર તાલુકાની કુબા પ્રાથમિક શાળા ખાતે સળંગ ૨૫ વર્ષ ની એક શિક્ષક તરીકે નિષ્ઠા પૂર્વક ની ફરજ બજાવી તારીખ ૩૦/૦૮/૨૦૨૫ ના રોજ ફરજ પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ શાળાનાં સંનિષ્ઠ શિક્ષક એવા શ્રી અરૂણાબેન નાનજીભાઈ રાઠોડ નો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાય ગયો. સૌ પ્રથમ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવેલ બાદમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત, મહેમાનો ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય, મહેમાનો નું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી કાર્યકમ નો શુભારંભ કરવામાં આવેલ જે અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો, શાળા પરિવાર દ્વારા નિવૃત્ત બહેનને શ્રીફળ, સાકર પડો, શાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરી અદકેરું સન્માન કરી તેમની ફરજ નિષ્ઠા ને ખરા અર્થમાં સૌએ બિરદાવેલ આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ, હોદેદારો,આંગણવાડી, એમ ડી એમ , માતાઓ, બહેનો તેમજ સફાઇ કર્મચારી સહિતનાં દ્વારા નિવૃત બહેન ને જુદી જુદી ભેટ સોગાદો અર્પણ કરી સન્માનિત કરેલ તેમજ નિવૃત્ત અરૂણાબેન નાનજીભાઈ રાઠોડ દ્વારા શાળા પરિવાર, આંગણવાડી વર્કર, એમ. ડી. એમ સંચાલક, સફાઈ કર્મચારી તેમજ શાળા ના તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ અર્પણ કરેલ. તેમજ લાયન્સ કલબ વિસાવદર દ્વારા સ્વાગત ગીત મા સહભાગી બનેલ તમામ બાળાઓને રોકડ પુરસ્કાર એનાયત કરી પુરસ્કૃત કરેલ. કાર્યક્રમ દરમિયાન નિવૃત્તશ્રીએ પોતાનાં પ્રતિભાવો રજુ કરી શાળા પરિવાર તેમજ સમગ્ર ગ્રામ્યજનોનો આભાર વ્યક્ત કરેલ શાળાનાં વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાનો સ્નેહ વ્યકત કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ. આ પ્રસંગે કુબા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી મુકતાબેન વિરોલીયા, ઉપ સરપંચ હરેશભાઈ વધાસિયા, વિસાવદર તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ નિમાવત, વિસાવદર લાયન્સ કલબ ના પ્રેસિડેન્ટ રમણીકભાઈ ગોહેલ, એસ. એમ. સી. શિક્ષણવિદ નટુભાઈ પાધડાળ,વિસાવદર સરકારી હાઈસ્કૂલ નિવૃત્ત આચાર્ય જેન્તીભાઇ હિરપરા,સરદાર પટેલ વિદ્યામંદિર કાલસારી ના શિક્ષક મુકેશભાઈ ટાંક, સી. આર. સી. કૉ. ઑર્ડિનેટર નીલેશભાઈ ચાવડા તેમજ ગ્રામ્ય અગ્રણીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ, માતાઓ બહેનો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ સહિતનાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને દિપાવ્યો હતો કાર્યક્રમ સંપન્ન થયા બાદ ઉપસ્થિત સૌ માટે અલ્પાહાર તેમજ ચા પાણી ની વ્યવસ્થા નું સુંદર આયોજન કરવામાં આવેલ કાર્યક્રમ નું સફળ સંચાલન રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ ની સુંદર સફળતા બદલ શાળાનાં આચાર્યા સુમિતાબેન હિરપરા એ સૌનો આભાર વ્યક્ત કરેલ. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

