Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર એક્શનમાં વડોદરા શહેરના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી

પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે.વડોદરા શહેરના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં બે દિવસ પૂર્વે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની એક બાદ એક મૃતદેહો મળી આવતા અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 19 પર પહોંચ્યો છે.હાલમાં પણ બચાવ કામગીરી ચાલી રહી છે.ત્યારે આ દુર્ઘટના બાદ હવે ધીમે ધીમે તંત્ર હરકતમાં આવી રહ્યું છે.વડોદરા શહેરના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.શુક્રવારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા શહેરના અલગ અલગ બ્રિજોની ચકાસણી કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું.બ્રિજની પેરામીટર્સની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે અને શહેરના તમામ ચકાસણી બાદ તંત્ર રિપોર્ટ સુપ્રત કરશે.

Related posts

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયા વિનાનું પાણી છોડવાનું કૌભાંડ સપાટી પર આવ્યું

admin

આજથી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

admin

દર વર્ષની જેમ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ હોય તેવું જણાય આવે છે

admin

Leave a Comment