43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી


છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિરિક્ષકો ફોર્મ સ્વીકારતા પહેલા ઉમેદવાર 40 વર્ષથી વધારે ઉંમરનો છે. કે નહીં તેના માટે આધારકાર્ડ જોઈને ફોર્મ સ્વીકારવામાં આવે છે. ભાજપના કાર્યકરો સાથે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા માંથી ભાજપના કાર્યકરો તાલુકા પ્રમુખ બનવા માટે ફોર્મ ભર્યા હતા. પ્રદેશ નિરિક્ષકોની ટીમ છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે બે દિવસ કામગીરી કરશે. આ કામગીરીમાં નિઝરના ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી ડો.જયરામ ભાઈ ગામિત તેમજ ચૂંટણી સહ અધિકારી રાજેશભાઈ વડેલી અને મેહુલભાઈ પટેલ ચૂંટણી અધિકારી સહાયક તરીકે કામગીરી કરશે. જ્યારે હાલ તો નવા નિયમ મુજબ 40 વર્ષથી વધારે હોય તે પ્રમુખ પદની ઉમેદવારી કરે નહીં આ નિયમથી યુવાનોમાં ભારે ઉત્સાહ છે. હાલ ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમ પૂર્વક ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

admin

જેતપુર પાવી તાલુકાના સાધલી ગામના હાટ બજાર ખાતે ટીબી રોગ અંગે જન જાગૃતિ ભવાઈ કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુર વકીલ મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવા ત્રીજીવાર જંગી બહુમતીથી વિજેતા થયા

admin

Leave a Comment