ચુડામાં VSSM સંસ્થાના મિતલબેન પટેલ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં હસ્તે ચુડામાં 13 સરાણીયા પરિવારોનાં ઘર નિર્માણ માટે ભુમીપુજન કરવામાં આવ્યું હતું.
સદીઓથી વગડો ખુંદતા પરિવારોને પ્લોટોની ફાળવણી કરી એના પર નુતન મકાનોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
એક ગામથી બીજે ગામ પોતાનાં પરંપરાગત ધંધા અર્થ રજળપાટ કરતા પરિવારો સ્થાયી થાય અને તેમનાં બાળકોના ઉત્તમ આરોગ્ય,શિક્ષણ અને ભવિષ્ય માટે તેમના ઘરો બંધાય અને પરિવાર સાથે સુખેથી રહે તે માટે સરકાર અને VSSM સંસ્થા કટિબદ્ધ છે.
સરાણિયા પરિવારને શુરી ચપ્પુની ધાર કાઢવા તેમજ ભેંસોને વાળ બોડવા શીંગડા ઘડવા માટે એક ગામથી બીજે ગામ કર્યા કરે છે. કાચાં ઝુંપડા બાંધી વગડો કુંડતા પરિવારને વહાલપની વસાહત મળે એવી સરકારની નેમ છે સાથે સાથે VSSM સંસ્થા પણ વિચરતી જાતિના પરિવારોને પોતાના સ્વજન સાથે ઘર બાંધીને રહે તે માટે 1751 પરિવારને મકાન બાંધી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
જે અંતર્ગત આજે ચુડા વિજયનગર ખાતે 13 પરિવારોને સરકારે રહેણાંક માટે પ્લોટ ફાળવ્યા બાદ ઘર બાંધવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ વિચરતી જાતિના પરિવારોને વગડાથી વ્હાલપની વસાહતમાં લઈ જવા માટેનું શુભ કાર્ય થઈ રહ્યું છે.
આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જશુભા સોલંકી, મિતલબેન પટેલ,હર્ષદભાઈ વ્યાસ, જયદીપસિંહ ઝાલા, કિશોરભાઈ માધર, તનકસિંહ રાણા લગધીરસિંહ જાદવ ચુડા તાલુકા વિકાસ અધિકારી એ.એલ.ટમાલિયા તેમજ ભાજપનાં કાર્યકરો અને હોદેદારો અને મોટી સંખ્યામાં સરાણીયા પરિવારનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

