40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

હાલોલ ટોલનાકા નજીક આર.ટી.ઓ.ઈન્સ્પેક્ટરને ચેકિંગ દરમ્યાન હુમલો કરી જાન થી મારી નાખવાનો પ્રયાસ

હાલોલ ટોલનાકા નજીક આર.ટી.ઓ.ઈન્સ્પેક્ટર બી.એ.ચાવડાને ચેકિંગ દરમ્યાન હુમલો કરી જાન થી મારી નાખવાનો પ્રયાસ કર્યો અને સરકારી ગાડીને તોડફોડ કરતા ચકચાર મચી જવા પામી.

ગોધરા આર.ટી.ઓ. કચેરીમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી.એ.ચાવડા અને ડ્રાયવર મુકેશ બામણિયા પોતાની ચેકીંગની ફરજ દરમિયાન હાલોલ ટોલ નાકા પાસે ઉભા હતા ત્યારે રાત્રીના ૨૩ કલાકના સમયે જ્યોતિ સર્કલ તરફથી એક નંબર વગરની સ્વીફ્ટ ગાડી આવીને ઉભી રાખીને માં બેન સમાણી ગાળો બોલીને અહીંથી જતા રહો તેમ કહીને ગાડી લઈને ગોધરા તરફ રવાના થઈ ગયા હતા ત્યારબાદ અમો અને ડ્રાયવર અમારી સરકારી ગાડીન લઇને ગોધરા તરફ જતા કંજરી ચોકડી પહોંચતા જ આ સ્વીફ્ટ ગાડીમાં સવાર ત્રણ ઈસમોએ સરકારી ગાડીની આગળ સ્વીફ્ટ ગાડી ઉભી કરીને લાકડીઓ સાથે ગાડી માંથી ઉતરીને સરકારી ગાડીને નુકસાન કરીને હવે તમે લોકો અહીં દેખાયા તો જીવતા છોડીશું નહિ અને જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપીને સ્વીફ્ટ કારમાં બેસીને ગોધરા તરફ ભાગી ગયા હતા. આ ઘટના અંગે અમોએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે આર.ટી.ઓ.અધિકારી કે જેઓ સવાર થી લઈને મોડી રાત્રી સુધી હાઈવે ઉપર ચેકીંગની સરકારી બજાવતા હોય અને આ રીતે હુમલાઓ થાય ત્યારે આ અધિકારીઓ જ સુરક્ષિત ના હોય તો આમ પ્રજાની શુ હાલત થાય એ પણ એક મોટો સવાલ છે.

Related posts

પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ

admin

ગોધરા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો

admin

શ્રી નારાયણ વિરાટ વિશ્વ શાંતિવન તાજપુરા મુકામે 25000 વૃક્ષોનું વાવેતર કરાશે…

admin

Leave a Comment