Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના મલાજા અને ચીલરવાંટ ગામના સરપંચ પદના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા

છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને છોટાઉદેપુર તાલુકાના મલાજા અને ચીલરવાંટ ગામના સરપંચ પદના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમય પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી છે. વહીવટદારના શાસનમાં ચાલતી ગ્રામ પંચાયતોની આખરે ચૂંટણી આવી ગઈ છે. જેને લઈને આજે છોટાઉદેપુર તાલુકાના મલાજા અને
ચીલરવાંટ ગામના સરપંચ ના ઉમેદવારોએ પોતાના સભ્યો સાથે આજે છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં ખૂબ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો સાથે આ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જેમાં માલાજા ગામેથી સરપંચના ઉમેદવાર જયંતીભાઈ માંગતાભાઈ રાઠવા તેઓના સભ્યો સાથે અને ચીલરવાંટ ગામના સરપંચના ઉમેદવાર કિશનભાઈ મશલાભાઈ રાઠવા એ પોતાના સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. અને બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

છોટાઉદેપુરના વનાર જંગલ ખાતે ટ્રેક્ટરમાં લઈ જવાતો ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો.

admin

નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી

admin

ઝોઝ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

Leave a Comment