Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ કેન્ટીનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલ સહિત એમ.એસ. યુનિવર્સિટીના વિવિધ કેન્ટીનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટોબેકો એક્ટ અંતર્ગત આરોગ્ય વિભાગ અને વડોદરા પોલીસે મળીને શહેરની 23 જગ્યાએ સ્કૂલ,કોલેજ અને હોસ્ટેલ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. બે ટીમોએ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી હતી જેમાં એક ટીમ યુનિવર્સિટી વિસ્તારમાં અને બીજી ટીમ કારેલીબાગના સ્કૂલો નજીક રહી હતી. ચેકિંગ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટમાં ધુમ્રપાન નિવારણ સંદર્ભે બોર્ડ ન લગાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરી દંડ ફટકારાયો હતો સમરસ ગર્લ્સ હોસ્ટેલના કેન્ટીન કોન્ટ્રાક્ટરને પણ દંડ કરવામાં આવ્યો હતો.

Related posts

ડભોઇમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસના મુસ્લિમ 27માં ચાંદના રોજ બરકતો વાલી સબે એ કદ્વ મુબારક રાતના રોજ

admin

મહાશિવરાત્રીના ધ્યાનમાં રાખીને વડોદરા શહરની શાન અને ભક્તિનું કેન્દ્ર ગણાતા સુરસાગર તળાવ ખાતે તૈયારીઓ શરૂ.

admin

ડભોઇ તાલુકાના માંડવા ગામે દાખલા માટે હલ્લા બોલ

admin

Leave a Comment