41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ક્રેનથી ઉંચકી મગરને બહાર કઢવામાં આવ્યો! જુવો અનોખા રેસ્ક્યૂના આ વિડીયો

વડોદરામાં ફરી એકવાર મગરના રેસ્ક્યુનો બનાવ સામે આવ્યો છે.વડોદરા નજીક મારેઠા ગામ પાસે એલ એન્ડ ટી દ્વારા ચાલી રહેલા રેલ પ્રોજેક્ટ સાઇટ પર આજે 9.5 ફૂટનો વિશાળ મગર દેખાતા અફરાતફરી મચી ગઈ હતી.સાઈડમાં મગર ઘુસી આવ્યો હોવાની જાણ હેમંત વઢવાણાની વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને થતા જ તેવો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ 30 ફૂટ ઊંડા કીચડ ભરેલા ખાડામાં ફસાયેલા મગરને બહાર કાઢવા માટે ટીમને 2 થી 3 કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને આખરે મગરને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી ક્રેનની મદદથી મગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો તે બાદમાં વન વિભાગની દેખરેખ હેઠળ મગરને મુક્ત કરવામાં આવ્યો હતો.સ્થાનિક લોકોએ ટીમના સાહસ અને કામગીરીની પ્રશંસા કરી હતી.

Related posts

વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચાર મહિનામાં 15 થી વધુ સભાઓ મુલતવી ગતરોજ મળેલી સામાન્ય સભામાં વડોદરાને વિકાસ માટે તમામ કામોની મંજૂરી

admin

વન ડે વન રોડ અભિયાન હેઠળ સફાઈ કામગીરી, છતાં દબાણ યથાવત : VMC પર સવાલ

admin

વરસાદી કાસમાં આખલો ખાબકતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી

admin

Leave a Comment