વડોદરા ઇસ્કોન જન્મમહલ માં 13 નંબર ની ફાસ્ટ ફૂડ દુકાન માં દિન દહાડે ચોરી ની ઘટના સામે આવી છે. જેમાં ચોર ખાલી કાઉન્ટર નો ફાયદો ઉઠાવી ગલ્લા માંથી રોકડ ચોરી ફરાર થાય છે. ત્યારે ચોરી ની આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે શહેર નું આ ડેપો દિન રાત માણસો ની અવર જવર થી ભરચક રહે છે. તેવી સ્થિતિ માં પણ ચોરી આ ઘટના અનેક સવાલો ઊભા કરી જાય છે.

