37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈને એક પેડ માં કે નામ કાર્યક્રમ

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામે શ્રી અંબે માતાજીના મંદિર ચોકભોગ ખાતે એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ છોટાઉદેપુર દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામે શ્રી અંબે માતાજીના મંદિર ચોકભોગ ખાતે સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં એક દિવસિય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર 600થી વધારે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની અંદર સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખની સાથે ડીસીએફ વિષ્ણુ દેસાઈ, આરએફઓ નિરંજન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત આસપાસના ગ્રામજનો વન કર્મીઓ જોડાયા હતા.

Related posts

છોટાઉદેપુર ન્યુ સર્વોદય કોપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા પારુલ યુનિવર્સિટીના હોમિયોપેથીક કોલેજના સહયોગથી ની:શુલ્ક સારવાર કેમ્પ

admin

છોટાઉદેપુર નગરની એસ.એફ. હાઈસ્કુલ ખાતે જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા

admin

છોટાઉદેપુરના અંબાલા ગામના રાઠવા માલસિંગભાઈ ભારતીય સેનામાં 20 વર્ષ સુધી પોતાની અમૂલ્ય સેવા આપી વતન પરત ફર્યા

admin

Leave a Comment