43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી રેવાજી વિસ્તારમાં આગની ઘટના, સમયસર કાબૂ મેળવતા મોટું નુકસાન ટળ્યું

નસવાડીના રેવાજી વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેને લઈને વિસ્તારમાં ચિંતા નો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને મામલો તપાસનો વિષય બન્યો છે.

આગ લાગતા જ આસપાસના રહીશો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ નસવાડી જ્યોત ગ્રામ પંચાયતના સરપંચે તરત જ બંબાની વ્યવસ્થા કરાવી હતી.

બંબાની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લેવામાં સફળ રહી હતી. આગની ઘટનામાં થોડું ઘણું નુકસાન થયાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે, પરંતુ સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવતા મોટું નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું.

હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાઈ રહ્યું છે, જ્યારે સ્થાનિકોમાં ઘટનાને લઈને થોડા સમય માટે ભય અને ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો.

Related posts

માસુમ બાળકી ની હત્યાના મામલે વિજ્ઞાન જાથાની ટીમેં લીધી પાણેજ ગામની મુલાકાત

admin

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા, જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુન નાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી

admin

બોડેલી તાલુકાના આલિખેરવાં ગામની પંચાયત ખાડે ગઈ

admin

Leave a Comment