Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારત–ન્યુઝીલેન્ડ વન-ડે મેચની ટિકિટને લઈને ‘ઠગો’ સક્રિય! ઓફિશિયલ જાહેરાત બાદ જ ટિકિટ લેવા બીસીએનો અનુરોધ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના બીસીએ ગ્રાઉન્ડ કોટંબી ખાતે યોજાનારીવન-ડે મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે પરંતુ આ ઉત્સાહનો લાભ લઈ કેટલાક લે-ભાગું તત્વો મેદાનમાં ઉતરી આવ્યા છે.ખોટી વેબસાઈટ અને ફેક લિંક્સ મારફતે ટિકિટ વેચાણના નામે લોકોને લલચાવી છેતરવાનો ખેલ ચાલી રહ્યો હોવાની માહિતી સામે આવી છે.આ મામલે બીસીએ (BCA)એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ ખોટી વેબસાઈટ અથવા લિંકમાં ભરમાઈને ટિકિટ ન ખરીદવી.બીસીએના અગ્રણીએ જણાવ્યું છે કે ટિકિટ વેચાણ ક્યારે અને ક્યાંથી શરૂ થશે તેની અધિકૃત જાહેરાત ન્યૂઝપેપર અને માન્ય મીડિયા માધ્યમો દ્વારા જ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે હાલ બુક માય શો કે અન્ય કોઈ વેબસાઈટ પર ટિકિટ ઉપલબ્ધ નથી. તેથી ઓફિશિયલ જાહેરાત પછી જ ટિકિટ ખરીદવા બીસીએએ તમામ ક્રિકેટ રસિકોને અપીલ કરી છે.

Related posts

વડોદરા શહેરમાં વાલ્મિકી સમાજના મહોત્સવ છડી ઉત્સવનો પ્રારંભ…

admin

ડભોઇના મંડાળા ગામે થી ગ્રામજનોએ ગામની સીમમાંથી ગેરકાયદેસર લાકડા ભરેલો ટેમ્પો પકડ્યો

admin

વડોદરામાં વરસાદની સતત બેટીંગના પગલે અલકાપુરી ગરનાળુ બપોર થતા પહેલા જ બંધ

admin

Leave a Comment