નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે માઁ અંબે ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક ગરબા મહોત્સવમાં આઠમા નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.
ગુજરાતની આગવી ઓળખ નવલી નવરાત્રી મહોત્સવની વડોદરામાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે માઁ અંબે ગ્રુપ દ્વારા પણ નિશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે આઠમા નોરતે ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબા મેદાનમાં આવી પહોંચ્યા હતા. અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ માઁ અંબે ગ્રુપ દ્વારા વર્ષ 1990થી ગરબા મહોત્સવનું આયોજન કરે છે. અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે નિશુલ્ક આયોજિત થતા આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી માઁની આરાધના કરે છે.

