37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ–રસ્તા–ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો દુર કરાયા

શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા-ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો સહિત દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પર પણ લગાવાયેલા દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પથારાના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરાયા હતા ત્યારે તમાશો જોવા ઉમટેલા કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ મામલો સંભાળી લીધો હતો. દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીય જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાતા પોલીસે રોક્યા હતા. આમ પાલિકાની દબાણ હટાવોની કામગીરી આજે પણ સતત ચાલી હતી. જોકે પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક ત્રણ રસ્તા આસપાસ થી કેટલાય લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. જોકે આ કાર્યવાહી દરમિયાન બે ટ્રેક્ટર જેટલા લારી ગલ્લા હોર્ડિંગો સહિત ગર્ડરો લોખંડની ફ્રેમો સહિત બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવલીમાં નવીનીકૃત સોલારપ્રોજેક્ટનું ઇ-શિલાન્યાસ કર્યું

admin

વડોદરા જિલ્લાનું બાજવા ગામમાં બે ફામ કાર ચાલકે એક બાળકને અડફેટમાં લીધો.

admin

મચ્છી પકડવા ગયેલ પ્રવીણભાઈનું પાણીમાં મગર ખેંચી લઈ જતા મોત નીપજ્યું હતું તેઓના પરિવારને સહાય માટે ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

admin

Leave a Comment