સાવલી માં જિલ્લાકક્ષાનો સ્વતંત્રતાપર્વ ઉજવાયો
સાવલી માં જિલ્લાકક્ષાના 79 મા સ્વતંત્રતા દિવસની ભવ્યઉજવણી જિલ્લા સમહર્તા ના વરદહસ્તે સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતીમાં કરાઈ
દેશપ્રેમ ની શુભ ભાવના સાથે 15 મી ઓગસ્ટના શુભદિન એ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશપ્રેમ,દેશભક્તિની ભાવનાસાથે આદરપૂર્વક કરાયછે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી માં આવેલ મહારાણાવીરપ્રતાપ ચોક પાસે આવેલ ભાઠીયા મેદાનના વિશાલ પંડાલમાં જિલ્લાકક્ષાના 79 મા સ્વતંત્રતાદિવસ ની ભવ્ય ઉજવણી કરાઈ અને જિલ્લા સમહર્તા (જિલ્લાકલેકટર) અને જિલ્લામેજિસ્ટ્રેટ. અનીલ, ધામેલીયા (IAS)ના વરદહસ્તે રાષ્ટ્રીયધ્વજ ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતીમાં ફેહરાયો અને રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીયધ્વજ તિરંગાને સન્માનભેર સલામી અપાઈહતી અને કલેકટર એ પરેડ નિહાળી સભાસંબોધન કરી પરજજોગ સંદેશ આપ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ એ દેશપ્રેમ પ્રદર્શિત કરતાં સંસ્કૃતિક કાર્યક્રમો રજૂકર્યા હતાં જેમાં ઓપરેશનસિંદૂર ની ઝાંખી એ આકર્ષક જમાવ્યું હતું આ કાર્યક્રમમાં પદ્મશ્રી વરિષ્ઠ નાગરિક તેમજ વિવિધ ક્ષેત્રે સફળતા માટે અને ગંભીરા બ્રીજ ની દુર્ઘટનામાં ફરજ અને સેવા આપનાર સહિત ને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં કાર્યક્રમ સંપન થયાં બાદ કલેકર સહિત એ વૃક્ષા રોપણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લાકલેકર,અનિલ ધામેલીયા, ધારાસભ્ય કેતન ઇનામદાર પ્રાંતઅધિકારી રોનક શાહ. તાલુકાવિકાસ અધિકારી માધુરી પટેલ મામલતદાર જીગ્નેશ પટેલ નગરપાલિકા ચીફઓફિસર પ્રમુખ નગરસેવકો સાવલી નગર તાલુકા જિલ્લા ના પદઅધિકારીઓ કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા

