36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરના મધ્યમાં ૬૫ વર્ષ જૂના સરકારી જગ્યા ઉપરના દબાણ ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું.

૨૨ બંગલા સામેની દુકાનો અને કમ્પાઉન્ડ વોલ દૂર કરાયા

છોટાઉદેપુર નગરના પોઝ વિસ્તાર ગણાતો પેટ્રોલ પંપ ચાર રસ્તાથી એસ ટી ડેપો સુધીની સરદાર નગર સોસાયટીના બંગલાઓ સામે ૧૯૬૦ થી સરકારી જગ્યા ઉપર કમ્પાઇન્ડ વોલ કરી દબાણો કરાયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આ કમ્પાઉન્ડમાં પાકી દુકાનો બનાવી દેવાઈ હતી. જેમાં સુપર માર્કેટ સહિત અનેક મોટી મોટી દુકાનો કાર્યરત હતી. છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા દબાણો હટાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. તો બિજિ તરફ રહીશો દ્વારા સદર સરકારી જગ્યા સરકારી ધારા ધોરણ મુજબ એમને ફાળવી આપવા માટેની માંગ કરાઈ હતી. જેનો પ્રસાશન દ્વારા અસ્વીકાર કર્યા બાદ, આવા ૨૨ બંગલા ધારકાઓને તંત્ર દ્વારા નોટિસ પાઠવી દબાણો દૂર કવા જણાવ્યું હતું. જેના પગલે મોટાભાગના દુકાનદારોએ સ્વેચ્છિક દબાણો દૂર કર્યા હતા. અને આજે sdm ની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે બાકી રહેલા બાંધકામને તોડી પાડી દબાણોનો સફાયો બોલાયો છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

મહાશિવરાત્રી નિમિત્તે નસવાડીમાં પશુપતિનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય વરઘોડો

admin

વસેડીથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત સુધીના નવીન રોડનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવી.

admin

પાણીબાર રામ ટેકરી ખાતે ૧૩૮ જેતપુર પાવી વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું

admin

Leave a Comment