૨૨ બંગલા સામેની દુકાનો અને કમ્પાઉન્ડ વોલ દૂર કરાયા
છોટાઉદેપુર નગરના પોઝ વિસ્તાર ગણાતો પેટ્રોલ પંપ ચાર રસ્તાથી એસ ટી ડેપો સુધીની સરદાર નગર સોસાયટીના બંગલાઓ સામે ૧૯૬૦ થી સરકારી જગ્યા ઉપર કમ્પાઇન્ડ વોલ કરી દબાણો કરાયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આ કમ્પાઉન્ડમાં પાકી દુકાનો બનાવી દેવાઈ હતી. જેમાં સુપર માર્કેટ સહિત અનેક મોટી મોટી દુકાનો કાર્યરત હતી. છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા દબાણો હટાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. તો બિજિ તરફ રહીશો દ્વારા સદર સરકારી જગ્યા સરકારી ધારા ધોરણ મુજબ એમને ફાળવી આપવા માટેની માંગ કરાઈ હતી. જેનો પ્રસાશન દ્વારા અસ્વીકાર કર્યા બાદ, આવા ૨૨ બંગલા ધારકાઓને તંત્ર દ્વારા નોટિસ પાઠવી દબાણો દૂર કવા જણાવ્યું હતું. જેના પગલે મોટાભાગના દુકાનદારોએ સ્વેચ્છિક દબાણો દૂર કર્યા હતા. અને આજે sdm ની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે બાકી રહેલા બાંધકામને તોડી પાડી દબાણોનો સફાયો બોલાયો છે.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

