ઉના શહેરમાં વરસિંગપુર રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ નવી લાઈબ્રેરીની મુલાકાત ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ લીધી. મુલાકાત દરમિયાન ત્રણ થી ચાર દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદ તેમજ પવનના કારણે વૃક્ષો ભાંગી ગયેલ હોય ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ભાંગી ગયેલા વૃક્ષોનું કટિંગ કરી સફાઈ કરાવવા તેમજ લાઈબ્રેરીમાં ચોમાસા દરમિયાન પાણી પડતું હોય તો તાત્કાલિક ધોરણે કામગીરી કરાવવા અને લાઈબ્રેરી ગ્રાઉન્ડમાં સફાઈ કરવી અને નવા વાવેલ રોપાઓની જાળવણી કરવા ધારાસભ્યશ્રી એ સ્ટાફને સુચના આપી હતી.
રીપોર્ટર : ભાલીયા માધુ, ઉના

