Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા માં આ વર્ષ પણ મોટું પૂર લાવી તબાહી ફેલાવાનું કાવતરું ચાલુ છે તે બાબતે આપણું ધ્યાન દોરવા બાબત..

જય ભારત સાથે જાણવાનું કે વડોદરા શહેર અને જિલ્લા માં છેલ્લા 2-3 વર્ષથી બુલેટ ટ્રેન નું કામ ચાલી રહ્યું છે જેનો રૂટ વડોદરા થી મુંબઈ તરફ નો છે જેમાં વિશ્વામિત્રી નદી ના વચ્ચે થી કે નજદીક થી બુલેટ ટ્રેન ના પિલ્લર જતા હોય જેના કામ અંતર્ગત “એલ એન્ટી” કામદારો દ્વારા નદીના 12 થી વધુ સ્થળો જેમકે અકોટા સ્મશાન પાસે, મકરપુરા રેલવે સ્ટેશન પાછળ થી વીરપુર, ઈટોલા ગામ સુધી 12 સ્થળો પર નદી પર પુરાણ કરી નાડા માટી નાખી નદી માં અવરોધ ઉભો કરવામાં આવ્યો છે જેના પરથી ભારદારી વાહન અવરજવર કરી નદીમાં રસ્તો બનાવી દેવામાં આવ્યો છે જેનાથી નદીમાં પાણી જવાનો રસ્તો ખોરવાયો છે અવરોધ ઉભો થયો છે જેને કારણે જે પાણી આજવા સરોવર કે ઉપરવાસ માં વરસાદ વધુ પડતા વિશ્વામિત્રી નદીના માધ્યમ થી વડોદરા શહેર માં પ્રવેશી આગળ દરિયાબાજુ જવાને બદલે વડોદરા માં પ્રસરાય છે જેના લીધે ગત વર્ષ વડોદરા શહેર ના લાખો નાગરિકો ના ઘરમાં નદીના પાણી પ્રશરી ગયા હતા જેના લીધી ફક્ત 9-10 ઇંચ ના વરસાદ માં શહેર માં પૂર આવ્યું હતું જેના લીધી કરોડો રૂપિયા નું નુકશાન શહેર ના નાગરિકો ને થયેલ હતું જેના લીધે કેટલા બધા નાગરિકો ના મોત થયા હતા જેના લીધે આખું વડોદરા શહેર બરબાદ થયું હતું, જો આવી રીતે કોઈપણ મોટી કંપની કે સંસ્થા કે સરકાર ખુદ નદીઓ પર ગેરકાયદેસર દબાણ કરે જેનો દંડ આખા શહેર ને મળે લોકોના જીવને જોખમ થાય તો શું આપશ્રી કલેકટર થઇ તમારી જવાબદારી માં આવતી નદી નાડા ની રક્ષા સુરક્ષા માં લાપરવાહી રાખી શકો છો શું તમે આ કંપનીઓ ને નદીઓ પર ગેરકાયદેસર દબાણો પુરાણો કરવાની કોઈ પરમિશન આપી છે ?? શું આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ની જાણ આપશ્રી ને નથી ?? શું આ મોટી મોટી કંપનીઓ સામે તમે તાત્કાલિક પગલાં ભરી કાયદેસર ની કાર્યવાહી કરશો ? શું તમે વિશ્વામિત્રી પર નું ગેરકાયદેસર દબાણ તોડાવી નદીના વહેણમાં આવતા અવરોધો દૂર કરશો ? શું તમે ગત વર્ષમાં થયેલ પૂર માં વડોદરા શહેર ના નાગરિકો ને વળતર આ કંપનીઓ પાસે થી અપાવશો ?? શું તમે કે જેતે અધિકારી જેની બેદરકારી થી નદીઓ ને થતું નુકશાન ની જવાબદારી સ્વીકારી પૂરની જવાબદારી લેશો ?? શું તમે ખાતરી આપો છો કે આ 12 થી વધુ દબાણો ના લીધી પાછું આ ચાલુ વર્ષમાં વડોદરા માં પૂર નહિ આવે ?? શું આ દબાણ કરવા કોઈ મોટા અધિકારી નેતા કે મિનિસ્ટર ની ભલામણ હતી ?? શું આ દબાણ કરવાની કોઈ લેખિત પરવાનગી કંપની દ્વારા માંગવામાં આવી હતી ?? શું આ કંપની ને કોઈ લેખિત માં આપશ્રી અથવા અન્ય સરકારી સંસ્થા કે અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવી છે ?? શું આ કંપની તમારા ધ્યાન બાર નદી પર પૂરાંણ કરેલ છે ??
આ તમામ સવાલો ના જવાબો અમને લેખિત માં 7 દિવસમાં આપવા વિનંતી જેથી અમો ઊંચ જાંચ માટે કોર્ટ અને ન્યાયાધીશ સમક્ષ અમારી માંગ મૂકી યોગ્ય કાર્યવાહી ની જાંચ કરાવી અપરાધીઓ ને કડક માં કડક સજા કરાવીએ..

નદી નું ખોદકામ કરતા કોન્ટ્રાકટરો પાસે જંગી રકમ ની માંગણી ભાજપ ના નેતાઓ દ્વારા કરવામાં આવી છે શું ભાજપ ના નેતાઓ કમિશનર પર અને અધિકારીઓ પર પ્રેસર કરી ચોપડા પર મોટું કૌભાંડ કરી મોટી રકમ ની માંગણી કરી છે શું ખોદકામ માં થયેલ કરોડો ના ખર્ચ ની કોઈ જાંચ કરવામાં આવશે ??
અમારી માંગ છે કે

  • નદી પર ના દબાણો તાત્કાલિક હટાવામાં આવે.
  • ⁠નદી પર દબાણ કરનાર કમ્પની પર કાર્યવાહી કરી દંડ કરવામાં આવે.
  • ⁠નદી ની બેદરકારી રાખનાર અને દબાણ કરનાર લોકો ની ક્યાં સરકારી અધિકારી જોડે મિલી ભગત છે તેની જાંચ કરવામાં આવે.
  • ⁠કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ વિશ્વામિત્રી ખોદકામ ના કાર્યમાં આપણા દ્વારા પણ જાંચ કરવા અને કોઈ કૌભાંડ નથી ચાલતું તેની નિગરાની માટે કમિટી બનાવામાં આવે.
    અમારી પાસે પૂરતી માહિતી છે કે વિશ્વામિત્રી ના નામ પર કાગળ પર મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેના પર કલેકટર શ્રી ની કમિટી રચી જાંચ કરવામાં આવે અથવા CBI જાંચ કરવામાં આવે: સ્વેજલ વ્યાસ

જરૂર પડશે તો અમારી આજની આ રજુવાત અને માંગણી નો લેટર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માં પિટિશન દાખલ કરી તેઓ સમક્ષ મુકીશું જેથી તેઓને પણ યોગ્ય ન્યાય કરવામાં સરળતા રહે..

Related posts

વડોદરા શહેરના તાંદલજામા માસુમ બાળકીના પિતાએ બાળકીની માતાની ગળુ દબાવી હત્યા કરી

admin

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે ભારતીય જનતા પાર્ટી ઉજવશે “બિહાર દિવસ”

admin

કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર એક મોટરસાયકલને અડફેટે લેતાં બાઇક ચાલક ફંગોળાયો

admin

Leave a Comment