Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રિક્ષામાં અપહરણ કરી વાઘોડિયા હાઈવે પર લઈ જઈ ઢોર માર માર્યો

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા યુવકનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા કરવાના બનાવે શહેરમાં ચકચાર મચાવી છે. જૂની અદાવતના કારણે 6 ઈસમોએ મળીને યુવકનું રિક્ષામાં અપહરણ કરી તેને વાઘોડિયા હાઈવે પર લઈ જઈ પાઇપ અને ઘોકા વડે બેરહેમ રીતે માર માર્યો હતો.

મૃતક યુવકનું નામ આકાશ સોનવણે હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓએ આકાશને અપહરણ કર્યા બાદ ઢોર માર મારતા તેની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન મકરપુરા પોલીસે મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ઘટનાક્રમની વિગત બહાર આવી છે.

પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવકની નિર્મમ હત્યાના બનાવથી તરસાલી સહિત સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે.

Related posts

વડોદરામાં પીજી ચલાવતા મકાન માલિકોને હવે ભરવો પડશે કોમર્શિયલ વેરો : મહાનગરપાલિકા લાવશે નવો પરિપત્ર

admin

આધેડે 10 વર્ષીય બાળકીને રોડ ક્રોસ કરાવી વિશ્વાસ માં લઇ બાળકીના હોઠ પર ભર્યા બચકાં

admin

દિવાળી નિમિતે બજારોમાં અવનવી પ્રકારના કોયડાનું વેચાણ જોવા મળ્યું

admin

Leave a Comment