વડોદરા શહેરમાં સંસ્કારી નગરી તેમજ ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં પવિત્ર દશામાના વ્રતની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે શહેરમાં સૌથી મોટા દશામાની પ્રતિમાની સ્થાપના ઠેકરનાથ મંડળ દ્વારા કરવામાં આવે છે. આજ રોતે ઠેકરનાથ મંડળ ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, વિસ્તારના કોર્પોરેટર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઠેકરનાથ મંડળ ખાતે મોટી સંખ્યામાં ભાવીભક્તો ઉપસ્થિત રહેતા માતાજીની ભક્તિ એ ભાવપૂર્વક પૂજા તેમજ આરતી કરવામાં આવી હતી.

