41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં ભાડેથી રહેલા એક આરોપી સામે ગુનાની તપાસ દરમિયાન નવો ખુલાસો થયો છે. આરોપી રક્ષીત રવીશ ચોરશીયા, જે નિઝામપુરા ખાતે એક મકાનમાં ભાડેથી રહેતો હતો, તેની સંડોવણી ધરાવતા કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મકાન માલિકે ભાડા કરાર વગર અને પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કર્યા વિના તેને મકાન ભાડે આપ્યું હતું.

પોલીસ દ્વારા મકાન માલિક પાસે ભાડા કરાર અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જો કે, કોઈ સત્તાવાર દસ્તાવેજો કે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની નોંધ મળી નહી. આ કારણે, ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા મકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

Related posts

ગોરવામાં જાહેરમાં મારામારી કરનાર બે યુવકને ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું

admin

વડોદરા પ્રતાપનગર રેલ્વે DRM ઓફિસ બહાર વેસ્ટર્ન રેલવે એમ્પોલોઈઝ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

admin

વડોદરા જિલ્લા અને વડોદરા શહેર પેન્શનરો ની સ્નેહ સંમેલન યોજાયું.

admin

Leave a Comment