જિલ્લા કલેક્ટર દ્વારા ૬૦૦થી વધુ સરફેસી કેસોની એકસાથે સુનાવણી દસ્તાવેજો અને જવાબ એકત્રીત કરવા માટે જુદી જુદી આઠ ટીમ બનાવાઇ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાલમાં પેન્ડન્સી ઓછી કરવા માટે એક પછી એક ઝુંબેશ ચલવાઈ રહી છે. જેમાં સરફેસી માટેની ઝુંબેશ ચલાવામાં આવી હતી. જે હેઠળ એક સાથે ૨૦૦ થી વધારે કેસોની સુનાવણી એક જ દિવસમાં કરાઇ હતી. જે માટે ખાસ આઠ ટીમોની પણ રચના કરાઈ હતી. આજની સુનાવણીમાં રજૂ થયેલા દસ્તાવેજોના આધારે આગામી સુનાવણીની નોટિસ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી એકથી બે મહિનામાં તમામ વિભાગની પેન્ડન્સી ઓછી થાય તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે. વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે ડો.અનિલ ધામેલીયાએ ગત મહિને જ ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ જિલ્લા વહિવટી તંત્રના તમામ વિભાગોમાં પેન્ડન્સી દૂર રકવા માટે ઝુંબેશની શરૂઆત કરાઇ હતી. જે હેઠળ આજરોજ છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ એવા સરફેસી કેસોની એક સાથે સુનાવણી યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ સંબંધિત વિભાગ દ્વારા સરફેસી કેસના તમામ પક્ષકારોને નોટિસ મોકલવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે ૬૦૦ થી વધારે સરફેસી કેસોમાં નોટિસ મોકલાઈ હતી. જેમની આજે સુનાવણી કરાઈ હતી.
તમામ સરફેસી કેસોમાં બેંકના અધિકારી તેમજ લોન લેનાર તેમજ તેમના વકીલ હાજર રહ્યા હતા. જેમના દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ સુનાવણીમાં દસ્તાવેજોની ચકાસણી અને એકત્રીત કરવા માટે વિભાગ દ્વારા જુદી જુદી આઠ ટીમો બનાવામાં આવી છે.
સરકારી તેમજ ખાનગી બેંકમાંથી વિવિધ લોન લીધા બાદ તેની સમયસર ભરપાઈ ન કરનાર વ્યક્તિ સામે બેંક દ્વારા કેસ કરવાવામાં આવતા હોય છે. જિલ્લા કલેક્ટરની કોર્ટમાં આવતા કેસોને સરફેસી કેસો કહેવાય છે. બનાવાઈ હતી. જે બાદ હવે, તમામ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરી સમાધાન થયેલા કેસો બંધ કરાશે. જ્યારે બાકીના કેસમાં સુનાવણી માટે નોટિસ કાઢવામાં આવશે.

