27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે એક લાખ ઉપરાંત માઇભકતો માતાજીના દર્શનાર્થે તેમજ તળેટીમાં આવેલા વિવિધ આશ્રમોમાં ગુરુ વંદના કરવા ઉમટી પડયા હતા

પંચમહાલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ ૫૧ શક્તિપીઠ પૈકીના શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની માં મહાકાલીના દર્શન કરવા રવિવારના રોજ અને ગુરૂ પૂર્ણિમા સાથેજ ગૌરીવ્રત હોવાથી વહેલી સવારથી મોડી સાંજ સુધી મોટી સંખ્યામાં માઇભકતો ઉમટી પડ્યા હતા

રવિવારના રોજ વહેલી સવારથી પાવાગઢ તરફ ભક્તો નો ભારે પ્રવાહ ઉમટી પડયો હતો જ્યારે ભક્તોના દર્શનાર્થે નિજ મંદિરના દ્વાર વહેલી સવારથી ખુલ્લા મુકાયા હતા ભક્તો નિજ મંદિર પરિસર ખાતે પહોંચી જય માતાજી ના ભારે જય ઘોષ સાથે શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવતા હતા

Related posts

પાવાગઢ મહાકાળી માતાજીના ધામે આઠમ નિમિતે માઈભક્તોનું ઘોડાપુર ઉમટયું

admin

હાલોલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અનેક લોકોને આંખોમાં અને ગાળા માં બળતરા થવાની ઘટના બની

admin

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા ખાતે અન્નપૂર્ણા વ્રતના 21માં દિવસે યજ્ઞનું આયોજન

admin

Leave a Comment