શ્રી શ્રેયસ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય, માંજલપુર ખાતે બે દિવસ “National Science Day” નિમિત્તે* “Promoting Green Technologies” થીમ ઉપર “વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદઘાટન શ્રી રોહન આનંદ આઈ.પી.એસ. સુપ્રિટેન્ડન્ટ પોલીસ વડોદરા, ટુરલના વરદ હસ્તે કરવામાં આવ્યું. તેઓ એ “વડોદરા પોલીસ હેકાથોન-૨૦૨૩” જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું. તેમજ વિવિધ યુનિવર્સિટીમાં યુવાનો સાથે સંવાદ કરી તેમણે કાયદા અને વ્યવસ્થામાં સુધારા માટે ટેકનોલોજીકલ વિકાસને પ્રોત્સાહીત કર્યા હતા.
વિજ્ઞાનમાં નોબલ પ્રાઈઝ વિજેતા એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક ૉ.સી.વી.રામનના પ્રખ્યાત સંશોધન “Raman Effect” આ માલમાં 28 ફેબ્રુઆરી અને દિવસે ઉજવાતા , “National Science Day” નિમિત્તે શ્રેયસ વિદ્યાલય અને સિલ્વર ઓક સ્કૂલના ધો.૯ ના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયના શિક્ષકમિત્રોના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ જુદા-જુદા વિષય પર Maglev Train Working Model, Fire Extinguisher Based on Sound Waves (આના દ્વારા પોલ્યુશન અટકાવી શકાય છે), Fire Security Alarm (જયારે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ આવે તે પહેલાંની સાવચેતી માટે.), The Hydroelectric Dam (વોટર ફલોને ઈલેકટ્રીસીટીમાં, સિંચાઈમાં, ખેતીમાં, ઉધોગમાં કામ આવે છે.), Pamban Bridge Working Model (વ્યાપાર માટે બ્રીજ અપલીફટ કરી ટ્રાફીક કંટ્રોલ કરી શકાય), Transport And Communication (દર્દીને ઈમરજન્સીમાં યોગ્ય સારવાર આપી શકાય, રેગ્યુલર રુટની ઉપર ઈમરજન્સી રુટ બનાવી. ભવિષ્યમાં અર્બન અને ગામડામાં થઈ શકે.) જેવા પ્રોજેકટ તૈયાર કર્યા.

