36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇના મહુડી ભાગોળ થી સુંદરકુવા સુધીના રોડ રસ્તાને લઈ લોકોએ ચક્કાજામ કર્યો

​ડભોઇ મહુડી ભાગોળ થી સુંદરકુવા સુધીમાં ગટર પાણી અને રોડ રસ્તા છેલ્લા દોઢ વર્ષથી કામ કરવા કારીગરો આવતા નથી નગરપાલિકા દેખરેખ રાખતી નથી જેને લઇને આજરોજ આ વિસ્તારના લોકોએ ચક્કાજામ કર્યો હતો જેના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો

ડભોઇમાં અધૂરા કામથી રોષ: નગરજનોએ ચક્કાજામ કરી નગરપાલિકા સામે વિરોધ વ્યક્ત કર્યોડભોઇ નગરમાં છેલ્લા દોઢ વર્ષથી પાણી અને ગટર લાઇનનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. આ મંથર ગતિના કામના કારણે હાલાકી વેઠી રહેલા મહુડી ભાગોળ અને સુંદરકુવા વિસ્તારના નગરજનોએ આજે રસ્તા પર ચક્કાજામ કરી નગરપાલિકા તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

​દોઢ વર્ષથી ખુલ્લા ખાડા અને ગંદા પાણીથી હાલાકીમળતી માહિતી મુજબ, મહુડી ભાગોળ અને સુંદરકુવા વિસ્તારોમાં ગટર લાઇન તેમજ પાણીની લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ દોઢ વર્ષ જેટલા લાંબા સમયથી આ કામ પૂર્ણ કરાયું નથી. પરિણામે, ખોદાયેલા આ ખાડાઓ અને ગટરના ગંદા પાણી માર્ગ પર ઊભરાવાના કારણે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ અવરજવર કરતા લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. વળી, આ વિસ્તારની નજીકમાં જ મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવાથી શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે.​નગરપાલિકાની આળસ સામે લોકોનો રોષ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આળસ દાખવવામાં આવી રહી હતી અને કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી. આથી, રોષે ભરાયેલા નગરજનોએ અંતે રસ્તા પર ઊતરીને ચક્કાજામ કર્યું હતું અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.સ્થિતિ તંગ બનતા, ડભોઇ શહેરના કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવલ તેમજ પોલીસ દ્વારા તાત્કાલિક દરમિયાનગીરી કરવામાં આવી હતી. તેમણે વિરોધ કરી રહેલા લોકોને હૈયાધારણ આપીને સમજાવ્યા હતા, જેના પગલે રસ્તો ફરીથી ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.નગરજનોએ નગરપાલિકા તંત્ર વહેલી તકે આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવે અને અધૂરું કામ તુરંત પૂર્ણ કરે તેવી પ્રબળ માંગ કરી છે.

Related posts

ડેસર તાલુકાના ભાટપુરા ગામે સિકોતર માતાના મંદિરે પ્રતિષ્ઠા દિવસની ભક્તિભાવથી ઉજવણી

admin

વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં બુટલેગર ધર્મેશ ઉર્ફે શંભુનું પાલિકાના જમીન પર ગેરકાયદેસર ઝુંપડું ઊભું કરતા પાલિકા અને સ્થાનિક પોલીસએ બુલડોઝર વાળી કરી

admin

ડભોઇ તાલુકાના સીમળીયા ગામ પાસે દૂધ ભરેલો દૂધ ડેરીના ટેમ્પાનો અકસ્માત

admin

Leave a Comment