41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં રહેતા માતા અને તેમના પુત્રને લંડનના વર્ક વિઝા આપવાની લાલચ આપી છેતરપીંડી કરનારને પોલીસે દબોચ્યો

વડોદરામાં લોભિયા હોય તો ઘુતારો ભૂખે ન મરે તેવો કિસ્સો સામે આવ્યો છે.લંડન ના વર્ક વિઝા માટે 15 લાખ 19 હજાર ઘુતારાએ પડાવ્યા હતા.વડોદરામાં રહેતા માતા અને તેમના પુત્રને લંડનના વર્ક વિઝા આપવાની લાલચ આપી છેતરપીંડી કરનારને પોલીસે દબોચ્યો હતો.આરોપી વિશાલ પ્રવીણચંદ્ર પટેલે ઓનલાઇન ટુકડે ટુકડે કરીને કુલ 15 લાખ 19 હજાર રૂપિયા માંગણી કરી પડાવ્યા હતા.વિઝા સંબંધિત કોઈપણ પ્રક્રિયા શરૂ ન થતા માતા પુત્ર એ પોતાના પૈસા પરત માગ્યા હતા.આરોપીએ ફોન ઉપાડવાનું જ બંધ કરતા વિશ્વાસઘાતની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સમગ્ર મામલે ગોત્રી પોલીસે આરોપી વિશાલ પ્રવીણચંદ્ર પટેલની ધરપકડ કરી તપાસ આરંભી છે.

Related posts

વડોદરા શહેરમાં રોડ પર ફરતા ઢોરો ફરી એક વાર જીવલેણ સાબિત થયા

admin

ડભોઇ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

સુલતાનપૂરા ગામમાં ખેતરમાં આવેલ એક રૂમની બાજુમાં મગરને સહિ સલામત રીતે રેસ્કયુ

admin

Leave a Comment