37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

VMCના ચૂંટણી વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ યોગેશ્વર પાર્કમાં પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ઊઠ્યા

વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ યોગેશ્વર પાર્કમાં રહેશો પ્રાથમિક સુવિધાના અભાવે ત્રયમાં પોકાર ઊઠ્યા છે. ત્યારે આજરોજ સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકા ના ઇલેક્શન વોર્ડ નંબર 8 માં આવેલ યોગેશ્વર પાર્કના રહીશોને છેલ્લા ત્રણ વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળતા હોવાથી નર્કાગારની પરિસ્થિતિમાં તમામ લોકો રહે છે. સોસાયટીના મુખ્ય માર્ગ પર ગટરના પાણી હોવાથી શાળામાં જતા વિદ્યાર્થીઓને, મહિલાઓને, સિનિયર સિટીઝનો તેમજ બીમાર દર્દીઓને અવરજવર માટે ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો દ્વારા વારંવાર ચૂંટાયેલા કાઉન્સિલરોને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જાણ કરી છે. પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી, તેથી તમામ સોસાયટીના રહિશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલ કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Related posts

બેઠક મંદિર ખાતે રક્તદાન મહાદાન, રક્તદાન જીવનદાન, રક્તદાન શિબિર યોજાઈ

admin

સદગુરુ કબીર સાહેબ નો ૬૨૫ મો પ્રાગ્ટય મહોત્સવ નિમિત્તે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

admin

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો

admin

Leave a Comment