જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન તથા મેમ્બર ઓફ કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન સાથે જ યુવા દિશા કેન્દ્રના સહયોગથી 18મી રોયલ કરાટે કપ -2024નુ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના સાથે જ ગુજરાતના આઠ જિલ્લામાંથી 850 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં કાતા અને કુમિતે બે ઇવેન્ટ રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલા 16વર્ષથી ઉપરના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુજલ એડવર્ટાઇઝ લિ.ના ડિરેક્ટર પરેશભાઇ શાહ, ઇન્દુ ક્લાસીસના હિમય શાહ,ગુજરાત હાઇકોર્ટના વકીલ ધર્મેશ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેયુર શાહ, શારદા સ્ટીલ લિ.ના નરેશભાઈ પંચાલ, જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન ના ડિરેક્ટર હેતલ ધાયબર તથા જયેશ ધાયબર, રેખા પંચાલ તથા આયોજક મહેશ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને ટ્રોફી, સર્ટિફિકેટ, મેડલ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

