વડોદરા શહેરમાં દિવસેને દિવસે અલગ અલગ વિસ્તારોમાં દારૂને લઈને રેડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે સમા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ખાસ રેડ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
આ રેડ દરમિયાન સમા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શહેરમાં વિદેશી દારૂનો જથ્થો કેવી રીતે પહોંચે છે તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે.
આ ઘટનાને લઈને સમા પોલીસ સ્ટેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

