Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલના પ્રશ્ને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા ઉગ્ર વિરોધ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલના પ્રશ્ને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પોલીસને ચકમો આપી વીસીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ સાડા ત્રણ મહિના ઉપરાંતથી પ્રવેશની પ્રક્રિયા ચાલી હતી. પરંતુ આજ દિન સુધી યુનિવર્સિટીમાં એવા ઘણા ડિપાર્ટમેન્ટની બેઠકો ખાલી પડી છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જેને આજે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે. પરંતુ,જીકાસના કંકાસના કારણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ શક્યા નથી. ત્યારે આ મામલે અગાઉ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે જીકાસનું રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી આ રજૂઆતને ધ્યાને લેવામાં નહિ આવતા NSUI દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે વીસીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેથી અગાઉથી જ હેડ ઓફિસ ખાતે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ત્યારે, વિદ્યાર્થીઓએ ચકમો આપી હેડ ઓફિસ બહાર વીસીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન હાજર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સળગતું પૂતળું ઓલવી વિદ્યાર્થીઓ પાસેથી હટાવી જમા લેવામાં આવ્યું હતું.

Related posts

વડોદરા શહેરમાં સુરસાગર તળાવના કિનારે શ્રી મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયના માધ્યમથી ઊર્જા 2024 પ્રદર્શન કમસેલનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારના એક મકાનમાંથી પોલીસે દારૃના જથ્થા સાથે એક ખેપિયાને ઝડપી પાડયો

admin

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્ટ્રેચરની અછતનો આક્ષેપ, દર્દીને જમીન પર જઈ સારવાર લેવા મજબૂર

admin

Leave a Comment