ગુજરાત રાજ્ય સરકારશ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ ૨૬મી જુનના રોજ ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ખાતે શ્રી આમોદ્રા કુમાર & કન્યા પ્રાથમિક શાળા & આમોદ્રા વિનય મંદિર શાળાના વિધાર્થીઓને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારના માનનીય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતમાં આમોદ્રા ગામના આંગણવાડી, બાલવાટિકા, પહેલા ધોરણના બાળકોને તેમજ ધોરણ ૯ અને ૧૧ ના વિધાર્થીઓને પુસ્તકો વિતરણ કરી અને પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં આમોદ્રા ગામના મહિલા સરપંચશ્રી પ્રિયંકાબેન અજીતભાઈ મોરી એ કન્યા કેળવણી જાગૃતિ અને પ્રોત્સાહન વિશે સુંદર વક્તવ્ય આપીને ગામની માતાઓ, બહેનો અને દીકરીઓને શિક્ષણ ના મૂલ્ય અને મહત્વ વિશે વાત કરી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માનનીય શિક્ષણ મંત્રીશ્રી એ શ્રી આમોદ્રા વિનય મંદિર ના પ્રાંગણ માં વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) જીલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.પી.બોરીચા સાહેબ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અશોક પટેલ સાહેબ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી બાબુભાઈ બાંભણીયા, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ રાખોલીયા, ગીરગઢડા પુર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઈ રૂપાલા, સરપંચશ્રી પ્રિયંકાબેન અજીતભાઈ મોરી, તાલુકા ભાજપ ઉપપ્રમુખશ્રી કિરણભાઈ મોરી, અજીતભાઈ મોરી તેમજ આગેવાનો, શિક્ષકગણ, વાલીગણ અને વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રીપોર્ટર : માધુ, ભાલીયા ઉના

