એમજીવીસીએલ દ્વારા મધ્ય ગુજરાતમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગનું કામકાજ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં પણ એમજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલનું કામકાજ ચાલી રહ્યું છે. સમગ્ર છોટાઉદેપુર નગરમાં એમજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. એ દરમિયાન સમગ્ર નગરમાં સાત ઉપરાંત જગ્યાએ પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે. અને એક જગ્યા ઉપર ભૂગર્ભ ગટરની લાઈન પણ એમજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે હાલમાં જ કરેલી પેવર બ્લોકની કામગીરી પણ ભંગાન થઈ જવા પામ્યું છે. એમજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાની કોઈપણ પ્રકારની લેખિત મંજૂરી વગર અને નગરપાલિકાના કર્મચારીઓને સ્થળ ઉપર હાજર રાખ્યા વગર અડધલ અંડર ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરી દેતા નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. જેના સંદર્ભે નગરપાલિકાએ 18 લાખ રૂપિયા જેવી રકમ નુકસાન પેટે વસૂલવા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે. અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવાની સરકારની સારા ઉપદેશ સાથેની કામગીરી હોઈ શકે પરંતુ નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર ગમે ત્યાં ખાડા ખોદીને નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન એમજીવીસીએલ ના કોન્ટ્રાક્ટરો પહોંચાડે અને પીવાના પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ પાડીને પાણીનો પુરવઠો બંધ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને પાલિકાને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડે એ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં તેમ નગરપાલિકાના વારિગૃહના ચેરમેન મુકેશભાઈ રાઠવા એ જણાવ્યું હતું. અને નુકસાનીના પૈસાનું નગરપાલિકાને ભરપાઈ કરવામાં નહીં આવે તો પોલીસ ફરિયાદ પણ કરવા તેઓએ જણાવ્યું હતું.

