33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

રામદેવપીર ભગવાનના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં યોજાયો

ગળતેશ્વર તાલુકોના વાળીનાથ ગામે પરમ પૂજ્ય રામદેવપીર ભગવાનના નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગામો સહિત દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ‘જય બાબારી’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

મહોત્સવની શરૂઆત વહેલી સવારથી જ વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. પૂજન-અર્ચન, પવિત્ર કુંભ સ્થાપન અને હોમ-હવન બાદ મંદિરના શિખર પર ધજા રોહણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો.

કાર્યક્રમમાં સ્થાનિક સામાજિક આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ તેમજ સંત-મહંતોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રામજનોએ એકતા સાથે કાર્ય કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Related posts

ફોરેક્ષ ટ્રેડિંગ કરવાના બહાને ઠગાઈ કરતી મુંબઈની ટોળકીની ધરપકડ

admin

ખોટા આક્ષેપ કરવા કોંગ્રેસનું ચરિત્ર : કેયુર રોકડીયા

admin

Online Gambling Enterprise Slots: The Ultimate Guide to Winning Huge

admin

Leave a Comment