30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

સંકષ્ટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાઉકાળેની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

આજે તા.14-06-2025 ને શનિવારે વિક્રમ સવંત 2081 ને જેઠ વદ ચોથ એટલે સંકષ્ટ ચતુર્થી છે . વિધ્નહર્તા તમામ સંકટો દૂર કરે છે ત્યારે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાઉકાળેની ગલી સ્થિત પૌરાણિક શ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર આવેલું છે ત્યાં મોટી ભક્તોએ મંદિરમાં પૂજન દર્શન કર્યા હતા. રિધ્ધિ સિધ્ધિ સહિત ગણેશજીને દૂર્વા,ફૂલો, સિંદુર દીપ થી પૂજન કર્યું હતું અને પરિવાર, બાળકોના આરોગ્ય, સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી.મંદિરમા વહેલી સવારે શ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયકની કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી રાત્રે 10:10 કલાકે ચોથના ચંદ્રદર્શન કરી શકાશે. સાથે જ મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે.

Related posts

ચોથા દિવસે પણ દબાણો પર ચાલ્યું બુલડોઝર

admin

ભક્તો દ્વારા ભક્તિભાવ પૂર્વક કૃત્રિમ તળાવોમાં શ્રદ્ધાભેર વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું

admin

સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને વિવિધ પ્રકારના ફ્રુટ તેમજ લસ્સી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment