27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

કોરડા ગામે માધ્યમિક શાળાની જમીનમાં દબાણ મુદ્દે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકાનાં કોરડા ગામે આવેલી માધ્યમિક શાળાની જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણને લઈને ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ લીંબડી પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દબાણ દૂર કરવા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા શાળા માટે સત્તાવાર રીતે ફાળવવામાં આવેલી જમીનમાં ગામનાં વર્તમાન સરપંચ તથા તેમના સગાસંબંધીઓ દ્વારા અંદાજે એક એકર જેટલી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને કબજો જમાવવામાં આવ્યો છે.

શાળા વિકાસ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય માટે ફાળવાયેલી સરકારી જમીન પર ખાનગી સ્વાર્થ માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો છે. ગેરકાયદેસર દબાણના કારણે શાળાનું વિસ્તરણ, મેદાન તેમજ ભવિષ્યની શૈક્ષણિક સુવિધાઓમાં મોટો અવરોધ ઊભો થયો હોવાનું જણાવ્યું છે.

ખાસ કરીને સરપંચ જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિ દ્વારા જ સરકારી જમીન પર કબજો કરવામાં આવતા તંત્રની નિષ્ક્રિયતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.

ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે ગેરકાયદેસર દબાણ કરનાર સરપંચ સહિત સંડોવાયેલા તમામ લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ આગામી દસ દિવસમાં શાળા માટે ફાળવેલી જમીન પરથી તમામ પ્રકારનું ગબંધી દૂર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Related posts

લીંબડી તાલુકાનાં મુસાફરો માટે આશીર્વાદરૂપ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસ.ટી બસ બંધ થતાં ભારે વિરોધ

admin

ખનીજ ચોર સામે તંત્રની લાલ આંખ, ધોળીયા ગામે ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું

admin

દ્વારકા થી મથુરા જવા નીકળેલી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું ચોટીલામાં ભવ્ય સ્વાગત

admin

Leave a Comment