43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ઈનોર્બિટ મોલ દ્વારા વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું

જેમાં લોક ભાગીદારીથી 500 ફૂટ લાંબી દિવાલ પર વિવિધ થીમ પર પેન્ટિંગ કરવામાં આવ્યું.

વડોદરામાં પોતાના આ પ્રકારનું સૌથી મોટું એવું આ ભીંતચિત્ર પ્રકૃતિને ખૂબ જ સુંદર રીતે કલાત્મક અભિવ્યક્તિ સાથે મિશ્રિત કરે છે, જે ઝડપથી શહેરનું લેન્ડમાર્ક અને લોકપ્રિય સેલ્ફી સ્થળ બની ગયું છે. ઉત્સાહિત ચહેરાઓ દર્શાવતા આ ભીંતચિત્રમાં જીવંત લાગતા રંગ અને 5000 થી વધુ છોડની સાથે સાથે મોટા ભાગે પક્ષીઓના ઘરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી તે જીવંત કલા, પ્રકૃતિ અને ટકાઉપણાનું એક અનોખું સંયોજન બની ગયું છે. આ ભીંતચિત્રને લોકપ્રિય સ્થાનિક આર્ટિસ્ટ કલાકાર દ્વારા નવી દિલ્હી અને વડોદરાના આર્ટિસ્ટના સહયોગથી રંગવામાં આવ્યું છે.
આ કલાકૃતિ પરિપૂર્ણ થતા તેની ઉજવણી કરવા માટે, મોલે મુલાકાતીઓને દિવાલના એક ભાગને રંગીને ભીંતચિત્રમાં તેમનું યોગદાન આપવા આમંત્રણ પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં 150થી વધુ સામુદાયિક સભ્યોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી.ઈનોર્બિટ મોલ્સ ખાતે લીઝિંગ, માર્કેટિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના એસવીપી અને હેડ રોહિત ગોપલાણીએ જણાવ્યું, “ઈનોર્બિટ મોલ્સ ખાતે, અમે તે લોકોને કંઇક પરત આપવા માટે અત્યંત પ્રતિબદ્ધ છીએ જેઓની અમે સેવા કરીએ છીએ. આ ભીંતચિત્ર પાછળનો વિચાર પર્યાવરણીય સંરક્ષણને સર્જનાત્મકતા સાથે જોડવાની સાથે સાથે લોક ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવાનો હતો. પારંપરાને પડકારીને, અમે દિવાલને કલાત્મક અને પર્યાવરણને અનુકૂળ સ્થાપત્યમાં રૂપાંતરિત કરવાનું પસંદ કર્યું, જેમાં 5000 નવા છોડને તેમાં શામેલ કરવામાં આવ્યા, જે શહેર અને પર્યાવરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત રીતે દર્શાવે છે.

Related posts

વડોદરામાં વન-સ્ટોપ કાર ફેસલિફ્ટ સ્ટુડિયો જેડીએમ કાર્સનો શુભારંભ કરવામાં આવ્યો

admin

ગુજરાત સરકાર દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટની શરૂઆત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી

admin

વડોદરા જિલ્લાના ખેડૂતો મજૂર બની જશે મુદ્દાને લઈ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર

admin

Leave a Comment