Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી વનકુટિર ખાતે કોંગ્રેસ દ્રારા જાહેર સહી ઝુંબેશ કાર્યક્રમ

છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઇ નદી નાળા ને ભારે નુકશાન થયું છે. લોકોને અવર જવર કરવા માટે લોકોને હાલકી પડી રહી છે. વિકાસના કામો પણ અધૂરા હોઈ તેને લઇ લોકોને હાલાકી પડી રહી છે.તેવા મુદ્દા સાથે કોંગ્રેસના કાર્યકરોએ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતતા આવી અને લોકોની સમસ્યા દૂર થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તે માટે સરકા નું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવ માં આવી રહ્યો છે.

રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઇ ભારે નુકશાની વેઠવાનો વારો લોકોને આવ્યો. ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી રહ્યો. ભારે વરસાદને લઇ નદી પર નાળાનું અને બ્રીજોનું ભારે નુકશાન થયું છે.છોટાઉદેપુર જિલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 કે જે પાવીજેતપુર તાલુકા માંથી પસાર થઈ રહ્યો છે. આ જ માર્ગ ઉપર ભારજ નદી ઉપરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પુર આવવવાથી બે પાયા બેસી ગયા હતા. જે બ્રિજ ભારજ નદીમાં ભારે પાણી આવવવાંથી બે ભાગમાં વહેચાઈ ગયો. જેથી હવે આ બ્રિજ પરથી રાહદારીઓ માટે અવર જવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે.માર્ગ બંધ થતા હવે લોકોને 30 થી કિમીનો ફેરવો લગાવવા નો વારો આવ્યો છે.

ગયા વર્ષે બ્રિજના બે પાયા બેસી જતા ગયા વર્ષે તંત્ર તરફ થી ડાયવર્જન 2.39 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો પણ ફક્ત ચાર માસ માં વરસાદી પાણી માં ડાયવર્જન પાણીમાં વહી ગયું . સરકાર ના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા. આવા અનેક જગ્યા એ બ્રિજો આવેલ છે. તે બ્રીજોનું આયુષ્ય પૂરું થયું છે..જે પણ જોખમી બની ગયા ગયા છે. કેટલાક કોજવે પણ ધોવાયા હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રિપોર્ટર : વિમલ રાઠવા

Related posts

છોટાઉદેપુર એસ.એફ.હાઇસ્કુલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

admin

સરકારનો ગામડે ગામડે વિકાસનો થયો હોવાનો દાવો પરંતુ અંતરયાડ વિસ્તારોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા થી વંચીત

admin

નસવાડી કુકાવટ રોડ પર ખુલ્લી જગ્યા મુદ્દે વિવાદ ઉગ્ર, નકશો ન મળતાં પંચાયત કરશે કાયદેસર કાર્યવાહી

admin

Leave a Comment