વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઠેક ઠેકાણે વરસાદના પાણી ભરાયા છે અને ખાસ કરીને ખેડૂતોનો તૈયાર થયેલો પાક હાલ બગડી રહ્યો છે જેના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે અને આ કમસમી વરસાદને કારણે પાકને જે નુકસાન થયું છે તેનું વળતર સરકાર આપે તેવી લોકમાંગણી થઈ રહી છે હાલ તો બે દિવસથી વિસાવદર ઝાજેસર રામપરા પ્રેમપરા મોટી મોણપરી મોણીયા વગેરે ગામોમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે લોકોના ધંધા રોજગાર અટકી ગયા છે અત્યાર સુધીમાં લગભગ બે થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

