36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા ‘ચિત્ર મહોત્સવ 3.0’નું ભવ્ય આયોજન

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા આજરોજ ડ્રોઈંગ ફેસ્ટિવલ 2025 – ચિત્ર મહોત્સવ 3.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કમાટીબાગ સ્થિત એમ.પી. થિયેટરમાં યોજાયેલ આ ચિત્ર મહોત્સવે બાળકોમાં કલાત્મક અભિવ્યક્તિને ઉજાગર કરી હતી.

આ ચિત્ર મહોત્સવમાં 700થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ ઉંમરગટ અનુસાર અલગ-અલગ કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં બાળકોને પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા રજૂ કરવાની તક મળી હતી.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વડોદરાના સાંસદ શ્રી હેમાંગ જોશી, વડોદરા બાર એસોસિયેશનના હસમુખભાઈ ભટ્ટ, તથા જર્નલ સેકન્ડરી રિતેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ શ્રી કિશોર પિલ્લાઈ, ઇવેન્ટ ચેરમેન શ્રી દીપક ઠકરાર, તેમજ સમગ્ર વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન પરિવાર—પીનલબેન પંચાલ, મહેન્દ્રભાઈ, હિતેનભાઈ, રોનકભાઈ પરીખ સહિતના સભ્યોની હાજરીમાં દીપપ્રગટાવીને ચિત્ર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી.

સ્પર્ધા દરમિયાન શ્રેષ્ઠ ચિત્ર દોરનાર બાળકોને મહેમાનોના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનોએ આવા સર્જનાત્મક આયોજન બદલ વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનની પ્રશંસા કરી હતી.

આ ચિત્ર મહોત્સવ બાળકો માટે પ્રેરણાદાયક અને સ્મરણિય અનુભવ બન્યો હતો.

Related posts

માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ મૃતદેહ મળી આવ્યો

admin

વડોદરા શહેર માંડવી સ્થિત મેલડી પરિવાર દ્વારા મંગળવાર નિમિત્તે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું

admin

કોંગી કાઉન્સિલર પુષ્પા વાઘેલાની સ્મશાન અને ગટર સભામાં રજૂઆત

admin

Leave a Comment